Gujarat Rain live Update: ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત આ ઝોનમાં મેઘમહેર, જાણો રાજ્યના વરસાદ અપડેટ્સ

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છો. નર્મદામાં લાછરસમાં 5 ઇંચ વરસાદ પડતાં ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 15 Jul 2024 02:58 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Rain live Update:રાજ્યના ચારેય ઝોનમાં આજે ભારે વરસાદની ( rain) હવામાન વિભાગે (Meteorological Department)   આગાહી (forecast)  વ્યક્ત કરી  છે.  દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ...More

પાટણના સિદ્ધપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણના સિદ્ધપુર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની પઘરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.નેદ્રા, ખલી, હીરાવની, ધરેવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઇ ગયો છે.