અમરેલી : રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડીયા શહેર અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી વડીયાની લોકી નદી તોફાની બની છે. ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયેલા પશુઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.
વડીયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. વડીયાના સૂરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલાયા છે. નીચાણવાળા ગામડાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કાંઠે અવર જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.
શેત્રુંજી નદીમાં નવા નીર
અમરેલી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ રહેતા શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા છે. ગીરના જંગલ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ફીફાદ, ગારીયાધાર વચ્ચે નીકળતી શેત્રુંજી નદી બે કાંઠે થઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે.
ગુજરાતમાં નવરાત્રિ પર વરસાદની આગાહી
બદલાયેલા વાતાવરણના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છે. આગામી બેથી ત્રણ દિવસ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ગરબાના ગ્રાઉન્ડ ભીના થયા છે. ગરબાના ગ્રાઉન્ડમાં વરસાદના કારણે લેવલીંગ નથી થયું. નવરાત્રિ દરમિયાન વરસાદના અનુમાનથી ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે. નવરાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદથી ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે.
નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતા
રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે તે અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે. જોકે હાલ નવરાત્રિ સમયે છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી
હાલ રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે છોટા ઉદેપુર, વડોદરા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજા દિવસ વરસાદની તીવ્રતા ઘટશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી