બંગાળનું લો પ્રેસર વરસાદી માહોલ લઈને રાજ્ય તરફ આવી રહ્યું છે. તેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શક્યતા જોવા મળી રહી છે. આ સાથે અમદાવાદમાં પણ બે દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
25 જૂન: દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
26 જૂન: સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, વલસાડ, નવસારી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
27 જૂન: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ પંથકમાં વરસાદ પડી શકે છે.