જે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે. રવિવારે મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ 26થી 28 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે.
હવામાન વિભાગનાં અધિકારી જયંત સરકારનાં જણાવ્યાં પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ સામાન્ય વરસાદથી ભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિગ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
આગાહી અનુસાર 25 જૂને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. 26 જૂનના રોજ સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, વલસાડ, નવસારી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. 27 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.