કચ્છ: હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ કચ્છના રાપર અને ભચાઉના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ કચ્છના માંડવી, મુન્દ્રા, અબડાસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે.
કચ્છના ભચાઉ અને માંડવીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. આજે સવારથી કાચું સોનુ વરસી રહ્યું છે. પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.
સવાર-સવારમાં 73 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
છેલ્લા બે દિવસથી રાજ્યમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં દક્ષિણથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં પાણી પાણીની સ્થિતિ પેદા થઇ છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. આજે સવારે પણ વરસાદે તબાહી મચાવી છે અને સવાર સવારમાં 73 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેના આંકડા અહીં આપવામાં આવ્યા છે.
હવામાન વિભાગ અનુસાર, છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઉત્તર ઝૉનમાં મેઘો મુશળધાર રીતે વરસી રહ્યો છે. આજે સવારથી પડી રહેલો વરસાદ પણ બે ઇંચથી વધુનોં નોંધાયો છે. વાંચો આંકડા...
આજે 8 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં નોંધાયો વરસાદ -
8 વાગ્યા સુધીમાં પાટણના સરસ્વતિ તાલુકામાં સવા બે ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં દ્વારકાના ખંભાળીયામાં બે ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં ખેડા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં પાટણ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં બહુચરાજીમાં દોઢ ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં કાલાવડમાં દોઢ ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં વિસનગરમાં સવા ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં માતરમાં એક ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં સંખેશ્વર,ઈડરમાં એક એક ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં સમી,વાસો, ઊંઝામાં અડધો ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં વડનગર, ચાણસ્મામાં અડધો ઈંચ વરસાદ
ખાસ વાત છે કે, રાજ્યમાં અત્યારે વરસાદની સ્થિતિ છે, અને ચોમાસુ જામ્યુ છે, લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 59.33 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ઝૉન પ્રમાણે જોઇએ તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 76.45 ટકા વરસાદ ખાબક્યો છે, સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીનો 74.43 ટકા વરસાદ પડ્યો છે, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 69.50 ટકા વરસાદ વરસ્યો છે, આની સાથે સાથે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 41.86 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 38.78 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.