Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  કચ્છ,દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો જામનગર, મોરબી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.  


ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં આજે વરસાદનું હવામાન વિભાગે  અનુમાન વ્યક્ત કરતા યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના બે જિલ્લા  નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.


સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


રાજ્યના 206 પૈકી 75 જળાશયો એલર્ટ પર છે. . 90 ટકાથી વધુ ભરાયેલા 52 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 11 જળાશયો એલર્ટ પર છે., તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.


રાજ્યના 207 પૈકી 45 જળાશયો  છલોછલ છે.. સૌરાષ્ટ્રના 35, કચ્છના છ તો દક્ષિણ ગુજરાતના ચાર જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.  કુલ 207 જળાશયોમાં હાલ 49.50 ટકા જળસંગ્રહ છે.


દેશમાં પૂર્વથી પશ્ચિમ સુધી મધ્યમથી ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે  આગાહી વ્યક્ત કરી છે. કર્ણાટક, રાજસ્થાન, અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જમ્મુ-કશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડની સાથે સિક્કિમ અને આસામમાં હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ  જાહેર કર્યું છે.


જમ્મુ-શ્રીનગર-લેહ હાઈવે પર ભારે વરસાદ અને પૂરના પ્રકોપના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે . .. શ્રીનગર-લેહથી 135 કિલોમીટર પશ્ચિમમાં લામાયુરૂમાં અચાનક પૂરથી ચારેય તરફ તબાહી મચી ગઇ છે.  હિમાચલ પ્રદેશના કાંગડામાં મોડી રાત્રે મૂશળધાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે... હવામાન વિભાગે ભારે વરસાદનું આજે પણ એલર્ટ  જાહેર કર્યું છે


હિમાચલ પ્રદેશના સોલનમાં ભૂસ્ખલનથી ભારે નુકસાન થયું છે. ચંદીગઢ-શીમલા હાઈવે પર ભૂસ્ખલનથી એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત.. કેટલાક વાહનો પણ ભૂસ્ખલનની ચપેટમાં આવતા ક્ષતિગ્રસ્ત થયા છે.મધ્યપ્રદેશના બુરહાનપુરમાં તાપ્તી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે . બૈતુલના પારસડોહ ડેમમાંથી પાણી છોડાતા તાપ્તી નદીનું જળસ્તર વધ્યું છે.