Gujarat Rain Live Updates: ધોધમાર વરસાદથી અરવલ્લી જિલ્લામાં જળબંબાકાર, મોડાસામાં દુકાનોમાં ભરાયા પાણી
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ વરસ્યો હતો
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ એટલે 6 જુલાઇથી 10 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદનો અનુમાન છે
બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોટાદમાં અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા હતા. બોટાદ-ભાવનગર રોડ પર અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.
ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગ શરુ થઈ ગઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજકોટ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, ડાંગ, વલસાડ, સુરતમાં પણ અતિભારે વરસાદ પડશે. જ્યારે કેટલીક નદીઓમાં પૂરની શક્યતાઓ છે. સાથે જ અંબાલાલ પટેલે ઉત્તર ભારતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે
મોડાસાનો જીવનપુરથી ગળાદરનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. મણિપુર કંપા પાસે ડાયવર્ઝનમાં પાણી ભરાયા હતા. રસ્તો બંધ થતા 10થી વધુ ગામના લોકો અટવાયા હતા. પુલના પાણી બાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદથી મોડાસામાં દુકાનોમાં પાણી ભરાયા હતા. નગરપાલિકાની બેદરકારીના પાપે દુકાનોમાં પાણી ભરાયા હતા.
ભાવનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં 2 કલાકમાં ધોધમાર 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે સિહોર તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉમરાળા તાલુકામાં 3 ઈંચ , વલભીપુર તાલુકામાં 2 ઈંચ, વલભીપુરના નવાગામ, હડમતીયા , વલભીપુરના કંથારીયા, કાનપર, પાટનામાં વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે, છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાત ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે, ક્યાં વરસાદે તબાહી નોંતરી રહ્યો છે, તો વળી ક્યાંક કુદરતી સૌંદર્યને ખીલવી રહ્યો છે. આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આવેલા ધોધ ફરી એકવાર ચોમાસામાં એક્ટિવ થઇ ગયા છે. ડાંગ જિલ્લામાં આવેલો ચિમેર ફરી જીવંત થયો છે, અને ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. આ વરસાદી વાતાવરણમાં ગુજરાત ટૂરિઝમ વિભાગે ચિમેર ધોધના નયનરમ્ય દ્રશ્યોનો એક ખાસ વીડિયો ટ્વીટ કર્યો છે, જે ખરેખરમાં મનમોહક છે. જુઓ.. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી એકવાર જોર પકડ્યું છે, અને કેટલાક વિસ્તારોમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ધોધના પાણીમાં વધારો થઇ રહ્યો છે, આજે તાપીમાં પડેલા ભારે વરસાદે જિલ્લાના મોટા ભાગના ધોધને જીવંત કરી દીધા છે. મહત્વનું છે કે, જિલ્લાના સોનગઢ સહિત ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ચીમેર ધોધ ચોમાસામાં સક્રિય થઇ ગયો છે
રાજકોટના ગોંડલ તાલુકામાં ધોધમાર 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ગોંડલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ગોંડલના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉમવાડા અંડરબ્રિજ નીચે પાણી ભરાયા હતા.
બોટાદ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી બોટાદમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. સારંગપુર રોડ પરના અંડરપાસમાં પાણી ભરાયા હતા. એક ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. બોટાદ પાલિકાની કામગીરી પર ફરી સવાલ ઉઠી રહ્યા છે.
ખેડા અને આણંદ જિલ્લામાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી નડીયાદમાં પાણીમાં કાર ફસાઈ હતી. શ્રેયસ ગરનાળામાં ભરાયેલા પાણીમાં કાર ફસાઇ હતી. કારમાં ફસાયેલા ચારેય લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.
રાજ્યમાં પાંચ દિવસ માટે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ત્રણ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો 16 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યના પાંચ જિલ્લામાં તારીખ સાત અને આઠ તારીખે વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર અને આણંદમાં તો 8 જૂલાઈના રોજ કચ્છ, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે અમરેલી, જામનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદનો અંદાજ છે
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે આણંદના ખંભાતમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખેડાના નડિયાદમાં પોણા 5 ઈંચ, નવસારીના જલાલપોરમાં 4 ઈંચ, 24 કલાકમાં અરવલ્લીના મોડાસામાં પોણા 4 ઈંચ, ભાવનગરના સિહોરમાં પોણા 4 ઈંચ, આણંદ અને તારાપુરમાં પોણા 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદના સમગ્ર શહેરમાં મેઘરાજાનું આગમન થતાં ગરમી અને બફારાથી રાહત મળી છે. અમદાવાદમાં ગત મોડી રાતથી અત્યાર સુધીમાં 5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ પૂર્વમાં પોણો ઈંચ,અમદાવાદ પશ્ચિમમાં એક ઈંચ,અમદાવાદ ઉત્તર-પશ્ચિમમાં એક ઈંચ,દક્ષિણ-પશ્ચિમમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ મધ્યમાં પોણો ઈંચ વરસાદ પડ્યો, અમદાવાદ ઉત્તરમાં અડધો ઈંચ તેમજ અમદાવાદ દક્ષિણમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
ખંભાતમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે આણંદના ખંભાતમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખેડાના નડિયાદમાં પોણા 5 ઈંચ, નવસારીના જલાલપોરમાં 4 ઈંચ, 24 કલાકમાં અરવલ્લીના મોડાસામાં પોણા 4 ઈંચ, ભાવનગરના સિહોરમાં પોણા 4 ઈંચ, આણંદ અને તારાપુરમાં પોણા 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય બોટાદ, સંખેડા અને ધંધુકામાં 3 ઈંચ, પેટલાદ અને વઢવાણમાં 3 ઈંચ, બરવાળા, મહેમદાબાદ અને મહેસાણામાં અઢી ઈંચ, મેઘરજ, પ્રાંતિજ અને ચોર્યાસીમાં 2 ઈંચ, ગોધરા, ઉમરગામ, વલભીપુરમાં 2 ઈંચ,
ખાનપુર, હાલોલ અને વાગરામાં 2 ઈંચ, પાદરા, લુણાવાડા, લખતરમાં 2 ઈંચ, સાયલા, ચુડા અને શહેરામાં પોણા 2 ઈંચ, વડોદરા શહેર, ઉમરેઠ અને ઉનામાં પોણા 2 ઈંચ, વસો, લીંબડી અને ઝાલોદમાં પોણા 2 ઈંચ, ભાવનગર શહેર, જસદણ અને વિંછીયામાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.
લાઠી, બહુચરાજી અને ઠાસરામાં દોઢ ઈંચ, ડેસર, બોરસદ અને ડભોઈમાં દોઢ ઈંચ, સોજીત્રા, લીલીયા, ચોટીલા અને મહુધામાં દોઢ ઈંચ, દહેગામ, સંતરામપુર અને ખેડામાં દોઢ ઈંચ, ભિલોડા, રાણપુર અને સુરત શહેરમાં સવા ઈંચ, ગઢડા, મોરવા હડફ અને ગોંડલમાં સવા ઈંચ, માતર, દસક્રોઈ અને માલપુરમાં સવા ઈંચ, ગળતેશ્વર, ગાંધીનગર શહેર અને તલોદમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
વરસાદને લઇને એલર્ટ
રાજ્યના પાંચ જિલ્લામાં તારીખ સાત અને આઠ તારીખે વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર અને આણંદમાં તો 8 જૂલાઈના રોજ કચ્છ, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે અમરેલી, જામનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદનો અંદાજ છે.તો 7 જૂલાઈના અમદાવાદ, અમરેલી, ભાવગનર, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસશે. તો 8 જૂલાઈના કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા, રાજકોટ, મોરબી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. તો 9 જૂલાઈના કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, નવસારી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
- - - - - - - - - Advertisement - - - - - - - - -