ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, અપર એર સાઇક્લોનિક અસરને પગલે દક્ષિણ ગુજરાત અને ઇસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નર્મદા, દમણ, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી.
હવામ વિભાગ અનુસાર 20 અને 21 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તે પછીના બે દિવસ સુધી વરસાદમાં ઘટાડો જોવા મળશે. અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 24 ટકા વરસાદ પડ્યો છે.
સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ઉભા થતા લો પ્રેશર કે ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં વરસાદ પડતો હોય છે. આ વખતે આ સિસ્ટમ સક્રિય ન થતાં ગુજરાતમાં વરસાદ ન પડી રહ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, અપર એર સાઇક્લોનિક અસરને પગલે દક્ષિણ ગુજરાત અને ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નર્મદા, દમણ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની બહુ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.