રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 15થી 17 ઓક્ટોબર વચ્ચે ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પડશે પાછોતરો વરસાદ પડી શકે છે.
આગામી 24 કલાકમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પાછોતરા વરસાદથી ખેતીને નુકસાન થાય તેવી આશંકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 135 ટકા કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.