અમરેલી: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.   વડીયા,  કુંકાવાવ શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડીયા શહેરમાં દિવસ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.  કુંકાવાવ,બાવળ બરવાળા,બાટવા દેવળી, અરજણસુખ,નાજાપુર,સૂર્યપ્રતાપગઢ સહિતના ગામડાઓમાં  ધોધમાર વરસાદ વરસ્યો છે. 




અમરેલીના નાજાપુર ગામની મધ્યમાંથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવ્યું છે.   મેઘમહેરને લઈ નદીનાળાઓ છલકાયા છે. બાવળ બરવાળા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે.  સૂર્યપ્રતાપગઢ ગામનો ચેકડેમ ફરી છલકાયો છે.   કુકાવાવમાં મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. 


અમરેલીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અમરેલી જિલ્લાના ધારી પંથકના જર, મોરજર, ખીચા, સરસિયા સહિતના ગામોમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે.  ગીર પંથકના ગામડાઓમાં ભારે વરસાદને કારણે ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે.  


આ તારીખથી મેઘરાજા ફરી કરશે તોફાની બેટીંગ


ગાંધીનગર:  ગુજરાતમાં 3 દિવસ મેઘરાજા વિરામ લેશે.  6 જુલાઈથી મેઘરાજા ફરી તોફાની બેટિંગ કરશે.   હવામાન વિભાગે આ આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ વરસશે.  ત્રણ દિવસ બાદ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં જ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે.  જો કે આજે સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. 6 જુલાઈના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. 







હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 જુલાઈના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.   હવામાન વિભાગના મતે 4 જુલાઈથી પવનની ગતિ વધશે.  આ કારણોસર 4 થી 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.   અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.  આગાહીકાર અંબાલાલ પટેલના અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને વરસશે મેઘરાજા.  અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે. 


અંબાલાલ પટેલે શું કરી આગાહી


આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને  વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.  7થી 12 જૂલાઇ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.  25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર  વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.




 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial