સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં હાલ વરસાદ ખાબક્યો છે ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી-ધારીની ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે નદીમાં પુર આવ્યું હતું. જ્યારે વરસાદના આગમનથી ખેડૂતો ખુશખશાલ જોવા મળ્યાં હતાં.

અમરેલી-ધારીના ગીર પંથકમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો જેના કારણે ગઈકાલે અમરેલી અને ધારીના ગીર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ધારીના ગીર પંથકના ઠીકરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી.

ધોધમાર વરસાદના કારણે નતાળીયા (રામ બાગ) નદીમાં પુર આવ્યું હતું. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશખુશાલ જોવ મળ્યું હતું. નદીમાં પુર આવતાં ગામના લોકો જોવા માટે ઉમટી પડ્યાં હતાં.