જોકે કોરોનાને મામલે ગુજરાતમાં જૂન માસ ઘાતક સાબીત થયો છે. જૂન માસના પ્રથમ પાંચ દિવસમાં જ ગુજરાતમાં કોરોનાથી કુલ ૧૫૨ના મૃત્યુ થઇ ચૂક્યા છે.
ગુજરાતમાં જૂન માસના પ્રથમ પાંચ દિવસમાં કોરોનાના કુલ ૨૩૨૫ કેસ નોંધાયા છે. જેમાં સળંગ સાત દિવસથી ૪૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક ૧૧૯૦ થયો છે. જેમાંથી અંદાજે ૧૩ ટકા તો માત્ર જૂનના પ્રથમ પાંચ દિવસમાં જ છે. છેલ્લા ૧૦ દિવસમાં જ ગુજરાતમાંથી ૨૭૫ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ ૩૫ શુક્રવારે નોંધાયા હતા.
આ રીતે જૂન માસમાં ગુજરાતમાં દરરોજ સરેરાશ 465 કેસ નોંધાય છે અને 30 લોકોના મોત થયા છે. અમદાવાદમાં જૂન માસમાં કોરોનાના કુલ ૧૪૯૮ કેસ નોંધાયા છે જ્યારે ૧૨૬ના મૃત્યુ થયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક ૧૩૬૭૮ થઇ ગયો છે. જેમાંથી ૧૦ ટકાથી વધુ છેલ્લા ૧૦ દિવસમાં જ છે.