બનાસકાંઠા: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.  પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે.  પાલનપુરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે   વરસાદ શરુ થયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.  કમોસમી વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારોમાં વીજળી ડુલ થઈ છે.  બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં  ધોધમાર વરસાદ શરૂ થયો છે.   


આ વખતે ચોમાસાને કેમ થઈ રહ્યો છે વિલંબ? કારણ આવ્યુ સામે


કાળઝાળ ગરમીથી શેકાઈ રહેલા લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ દેશવાસીઓને આ વખતે ચોમાસાની થોડી વધુ રાહ જોવી પડી શકે છે. દેશમાં ચોમાસાની એન્ટ્રી આ વખતે મોડું થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં જ આ વખતે તેની ગતિ ધીમી રહેશે. 


હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ ચોમાસા અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી અને આગામી બે-ત્રણ દિવસમાં સાચો રિપોર્ટ મળી જશે. પરંતુ ચોમાસામાં વિલંબ થશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. 


દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છવાયા વાદળો 


IMDનું કહેવું છે કે, દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે અને તેના પર વાદળો છવાયા છે. આ ઝડપી સાયક્લોનિક સર્ક્યુલેશન ઝડપથી કેરળના કિનારા તરફ ચોમાસું આગળ ધપાવે તેવી શક્યતા છે. જો કે, વિભાગે કહ્યું હતું કે, આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિમાં સુધારો થતાં ચોમાસું કેરળમાં દસ્તક દઈ શકે છે.


હવે કેરળમાં આ તરીખે પહોંચી શકે છે ચોમાસું


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં 7 જૂને ચોમાસું દસ્તક આપશે. વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું એક અઠવાડિયાના વિલંબ સાથે આવશે, જે સામાન્ય રીતે 1 જૂને જ આવતું હતું.


એટલે આગાહી પડી ખોટી


હવામાન વિભાગે થોડા દિવસો પહેલા આગાહી કરી હતી કે. ચોમાસું 4 જૂને કેરળના દરિયાકાંઠે ટકરાશે, પરંતુ તે ખોટી નીકળી છે. આમ થવા પાછળ IMDએ કારણ આપ્યું છે. વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ અરબી સમુદ્રમાં પશ્ચિમી પવનો સરેરાશ દરિયાઈ સપાટીથી 2.1 કિમી સુધી ફૂંકાઈ રહ્યા છે અને જેનાથી ચોમાસાને અસર પહોંચી શકે છે.