દીવ: કેંદ્ર શાસિત પ્રદેશ દીવમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે દીવની બજારોમાં પાણી ભરાયા હતા. આ સાથે જ દીવના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે.


લોકડાઉન બાદ અનલોક વન ચાલુ થયું તેનો આઠમો દિવસ છે પણ હજુ સુધી દીવનો નાગવા બીચ લોકો માટે બંધ રાખવામાં આવ્યો છે. બીચ પર જવા લોકોને મનાઈ ફરમાવી દેવામાં આવી છે. અનલોક વન શરૂ થતા જ વાવાઝોડાની આફત આવતા દરિયાકાંઠે લોકોને ન જવા દેવાયા અને હજુ વરસાદની આગાહી હોવાના કારણે બીચ બંધ રાખવામાં આવ્યો છે.

દીવના ફૂદમના દરિયા કિનારે જ્યાં ગંગેશ્વર મહાદેવ પર સમુદ્રથી જળાભીષેક થતો જોવા મળ્યો હતો. અહીં દરરોજ સમુદ્ર ગંગેશ્વર મહાદેવના પાંચ શિવાલય પર આવી જ રીતે જળાભીષેક કરે છે.