દ્વારકા: છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ભારે વરસાદને કારણે ગામના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે કારણે કે દરેક જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના દેવ ભૂમિ દ્વારકા અને જામનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
દ્વારકા જિલ્લાના રાવલ ગામમાં ભારે વરસાદના કારણે પાણી જોવા મળી રહ્યું છે. રાવલ ગામના તળાવમાં વર્તુ ડેમ અને વરસાદી પાણી બંને ભેગા થવાથી તળાવ છલોછલ ભરાઈ ગયું છે જેને લઈને તળાવની પાછળના વિસ્તારમાં આ પાણી ફરી વળ્યાં છે.
તળાવ પાછળના રહેણાંક વિસ્તારના કેટલાંક ઘરોમાં પણ આ વરસાદી પાણી ઘુસી ગયેલા છે. પાણી ભરાઈ ગયા હોવાથી લોકો પોતાની છત પર રહેવા માટે મજબૂર બન્યા છે. રાવળ ગામમાં સિઝનનો કુલ વરસાદ 21 ઈંચ નોંધાયો છે.
સ્થાનિકો નું કહેવું છે કે, છેલ્લા 48 કલાકથી આ લોકો પોતાના ઘરે જીવ બચાવવા માટે ઉપર ચડી ગયા છે. સ્થાનિક લોકો વરસાદની મોસમમાં અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓ સંગ્રહ કરીને રાખતા હોવાથી તેમણે ચાર-પાંચ દિવસ સુધી વાંધો આવતો નથી પરંતુ હવે વધુ સમય સુધી જો આ પાણી રહે તો લોકો મુશ્કેલીમાં મુકાય એવી પરિસ્થિતિ થઈ શકે માત્રાવડ નહીં.
પરંતુ છેલ્લા પાંચ વર્ષથી રાવલ ગામમાં પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે જેને લઇને લોકોએ પરેશાન થવાનો વારો આવે છે તે પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે.
ગુજરાતના આ ગામમાં ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, સામે આવી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2020 11:33 AM (IST)
છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -