સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામેલો છે ત્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ તેનો આંકડા આવ્યા છે તેની પર એક નજર કરીએ તો..... છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 154 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 299 મીમી એટલે 12 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં અલગ-અલગ વિસ્તારોમાં 1થી 12 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 52 ઈંચ (1309 મીમી) પડતાં ચોમાસાના પ્રારંભિક દિવસોમાં ભારે વરસાદથી લોકોમાં અંદરખાને ચિંતા લાગણી પ્રસરી છે.
દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા - 299 મીમી
દેવભૂમિ દ્વારકા - કલ્યાણપુર - 285 મીમી
દેવભૂમિ દ્વારકા - દ્વારકા - 229 મીમી
દેવભૂમિ દ્વારકા - ભાણવડ - 208 મીમી
કચ્છ - માંડવી(ક) - 183 મીમી
કચ્છ - મુન્દ્રા - 181 મીમી
જામનગર - જામજોધપુર - 179 મીમી
પોરબંદર - કુતિયાણા - 168 મીમી
કચ્છ - નખત્રાણા - 154 મીમી
જૂનાગઢ - માણાવદર - 139 મીમી
જામનગર - લાલપુર - 120 મીમી
પોરબંદર શહેર - 115 મીમી
સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં વેલમાર્ક લો પ્રેશર યથાવત રહેતા આજે જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.
24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ ખાબક્યો? ખંભાળિયામાં મોસમનો કુલ વરસાદ 52 ઈંચ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2020 09:31 AM (IST)
ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 52 ઈંચ (1309 મીમી) પડતાં ચોમાસાના પ્રારંભિક દિવસોમાં ભારે વરસાદથી લોકોમાં અંદરખાને ચિંતા લાગણી પ્રસરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -