અમરેલી જિલ્લાના ખાંભા, રાજુલા સહિત ગીરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દશેરા બાદ પણ અવિરત વરસાદ રહેતા મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઉભો પાક ઢળી પડ્યો હતો.
થોડા દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. થોડા દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ કપાસ, મગફળી ખેતરમાંથી ઉપાડવાનું શરૂ કર્યું હતું.