સમગ્ર ગુજરાતમાં હાલ બફારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના 54 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી. મહત્વની વાત છે કે, ગુજરાતના ઘણાં વિસ્તારોમાં દોઢ ઈંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હતો જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.


ગુજરાતમાં ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો જેની વિગતવાર વાત કરીએ તો, અમરેલીના લીલીયામાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભઆવનગરના ઉમરાળામાં બે ઈંચ, ડાંગના સુબિરમાં એક ઈંચ, વડોદરાના કરજણમાં અડધો ઈંચ, બનાસકાંઠાના પાલનપુર અને કાંકરેજમાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા હતા જેને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં.

- સુરતના ઉમરપાડામાં 9 ઈંચ
- બનાસકાંઠાના દિયોદરમાં 2.5 ઈંચ
- અમરેલીના લિલિયામાં 2.5 ઈંચ
- બનાસકાંઠાના સૂઈગામમાં 2.2 ઈંચ
- બનાસકાંઠાના કાંકરેજમાં 1.8 ઈંચ
- ભાવનગરના ઉમરાળામાં 1.8 ઈંચ
- બનાસકાંઠાના થરાદમાં 1.7 ઈંચ
- વડોદરાના કરજણમાં 1.5 ઈંચ
- ડાંગના સુબિરમાં 1.5 ઈંચ
- બોટાદમાં 1.2 ઈંચ