હવામાન વિભાગે આાગાહી કરી તે પ્રમાણે, સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં ત્રણ-ચાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અમરેલીના ધારીમાં અઢી ઈંચ કરતાં વધારે વસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમેલી જિલ્લામાં ઘણી જગ્યાએ મોડી રાતે વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢના માળિયામાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે ખેતરો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત રાજકોટના જામ કંડોરણામાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં ડાંગના વાઘલાં દોઢ ઈંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો જ્યારે વલસાડના ધરમપુરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે વાતાવરમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
નોંધનીય છે કે, દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવાને પગલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.