છેલ્લા 24 કલાકમાં પંચમહાલ જિલ્લામાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો લેટેસ્ટ આંકડા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Jul 2019 09:42 AM (IST)
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગોધરામાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. હાલોલ પંથકમાં ગુરુવારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
ગુજરાતના ખેડૂતો અને લોકો માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. ડેમના ઉપરવાસમાંથી 22,509 ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી હાલ ડેમની સપાટી 120.189 મીટરે પહોંચી છે. એક દિવસમાં ડેમની સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો થયો છે. બીજી તરફ શુક્રવારે સુરત, નવસારી, પંચમહાલ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગોધરામાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. હાલોલ પંથકમાં ગુરુવારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પાવાગઢમાં 5, હાલોલમાં 4, જાંબુધોડા, ઘોઘંબામાં 2 અને દાહોદમાં 1 ઇંચવરસાદ પડ્યો હતો. પંચમહાલમાં સિઝનનો વરસાદ સરેરાશ 7 ઈંચ જેટલો થાય છે. ગોધરામાં સિઝનનો વરસાદ 8 ઈંચ, હાલોલમાં 9 ઈંચ, કાલોલમાં 3 ઈંચ, ઘોઘબામાં 7 ઈંચ, જાંબુઘોડામાં 15 ઈંચ, મોરવામાં 3.5 ઈંચ, અને શહેરામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.