અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર પાણી ભરાઈ ગયા હતાં. રાજુલાના મુખ્ય બજારમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતાં.
આ ઉપરાંત ભારે વરસાદને કારણે રાજુલાની ઘાણો નદી બે કાંઠે વહેવા લાગી હતી. શહેરના ઘણાં નદીમાં પુર આવ્યું હતું જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં. ઘાણો નદીમાં પુરના પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો.
ગીર ગઢડા તાલુકાના વડવીયાલા, જુડવડલી, જરગલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે જેને જોવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતાં.
છેલ્લા 24 કલાકમાં અમરેલીના ધારીમાં અઢી ઈંચ કરતાં વધારે વસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમેલી જિલ્લામાં ઘણી જગ્યાએ મોડી રાતે વરસાદ નોંધાયો હતો.
નોંધનીય છે કે, દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવાને પગલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.