Rain: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. પાંચ દિવસની આગાહીમાં શરૂઆતના બે જ દિવસમાં રાજ્યમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં મેઘો મનમુકીને વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપરાડા, પારડીમાં 12-12 ઇંચ વરસાદે તબાહી મચાવી છે. જાણો અહીં વરસાદના તાજા આંકડા..
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં મોટાભાગના ડેમો, નદી-નાળા છલકાઇ ગયા છે. અહીં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા બતાવવામાં આવ્યા છે. જુઓ...
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકામાં વરસાદ
સૌથી વધુ વાપીમાં 13 ઈંચ વરસાદકપરાડા, પારડીમાં 12 ઈંચ વરસાદસુરતના ઉમરપાડામાં સાડા બાર ઈંચ વરસાદખેરગામમાં સાડા અગિયાર ઈંચ વરસાદધરમપુરમાં નવ ઈંચ વરસાદવિજાપુરમાં સવા આઠ ઈંચ વરસાદવલસાડમાં આઠ ઈંચ વરસાદસોનગઢમાં સાડા સાત ઈંચ વરસાદઉમરગામમાં સાત ઈંચ વરસાદવ્યારામાં સાડા છ ઈંચ વરસાદમાંગરોળમાં છ ઈંચ વરસાદવાંસદામાં પોણા છ ઈંચ વરસાદકપડવંજમાં પોણા છ ઈંચ વરસાદસાગબારામાં સાડા પાંચ ઈંચ વરસાદવઘઈમાં સાડા પાંચ ઈંચ વરસાદઆહવામાં સાડા પાંચ ઈંચ વરસાદસુબિરમાં સવા પાંચ ઈંચ વરસાદકડીમાં પાંચ ઈંચ વરસાદગરબાડામાં સાડા ચાર ઈંચ વરસાદમાણસામાં સાડા ચાર ઈંચ વરસાદપાવીજેતપુરમાં ચાર ઈંચ વરસાદખાનપુરમાં ચાર ઈંચ વરસાદઓલપાડ, કામરેજમાં ચાર ઈંચ વરસાદક્વાંટ, તાલાલામાં ચાર ઈંચ વરસાદમેંદરડા, માંડવીમાં પોણા ચાર ઈંચ વરસાદદાહોદ, વિસનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદપાલનપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદદહેગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદતારાપુર, લીમખેડામાં સાડા ત્રણ ઈંચ વરસાદવિસાવદર, વાલોડમાં સવા ત્રણ ઈંચ વરસાદનેત્રંગ, ચીખલીમાં ત્રણ ઈંચ વરસાદપલસાણા, ડોલવણમાં ત્રણ ઈંચ વરસાદ
સિઝનનો અત્યાર સુધીમાં કેટલો વરસ્યો વરસાદ
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 74.68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 88.99, તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 88.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.26 ટકા વરસાદ.. તો મધ્ય ગુજરાતમાં 59.22 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 55.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો
Gujarat Rain forecast: આ 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ