ગાંધીનગર: ગુજરાતમાં હાલ મેઘમહેર થઈ રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 229 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તાપીના ડોલવણમાં સૌથી વધુ 11.54 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના માંડવીમાં 10, વ્યારા અને ગીરસોમનાથના તાલાલામાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. બાકીના તાલુકાઓમાં 2થી છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું.

હવામાન વિભાગ અનુસાર હજુ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્ય પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાતના માંડવી અને ડોલવણમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં ડોલવણમાં 11.54 ઈંચ જ્યારે માંડવીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો.


- તાપીના ડોલવણમાં 11 ઈંચથી વધુ વરસાદ
- સુરતના માંડવીમાં 10 ઈંચથી વધુ વરસાદ
- તાપી વ્યારામાં 7 ઈંચથી વધુ વરસાદ
- ગીરસોમનાના તાલાલામાં 7 ઈંચથી વધુ વરસાદ
- તાપીના વાલોડમાં 7 ઈંચ વરસાદ
- નવસારીના વાંસદામાં 6 ઈંચથી વધુ વરસાદ
- સુરતના મહુવામાં 6 ઈંચ વરસાદ
- ડાંગના વઘઈમાં સાડા સાડા પાંચ ઈંચ વરસાદ
- સુરતના બોરડોલીમાં પાંચથી વધુ વરસાદ
- તાપીના સોમનઢમાં 5 ઈંચથી વધુ વરસાદ

18 ઓગસ્ટે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠામાં ધોધમાર વરસાદની આગાહી.

19 ઓગસ્ટે પાટણ, અમદાવાદ, આણંદ, વડોદરા, જામનગર, પોરબંદર, દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી.

20 ઓગસ્ટે દમણ, ડાંગ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, કચ્છમાં ભારે વરસાદની આગાહી.

21 ઓગસ્ટે મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ,પોરબંદર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા.

22 ઓગસ્ટે પાટણ, સાબરકાંઠા, દ્વારકા, બનાસકાંઠા, કચ્છમાં વરસાદ પડી શકે છે.