સમગ્ર ગુજરાતમાં હાલ બફારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં તો જાણે વરસાદની સિઝનની શરૂઆત થઈ ગઈ હોય એમ વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, જામનગર, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.
બોટાદ જિલ્લાના બરવાળામાં સતત ચોથા દિવસે વરસાદનું આગમન થયું હતું. બરવાળામાં ધોધમાર વરસાદ પડતા વીજળી ડૂલ થઈ ગઈ હતી. બોટાડ, ગઢડા અને રાણપુર પથંકમાં વરસાદ જોવા મળ્યો હતો જ્યારે શહેરમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.
ભાવનગર જિલ્લાના તાલુકા મથકોના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જિલ્લાના વલ્લભીપુર પંથકમાં વરસાદી માહો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાતાવરણ સાથે મેઘાનું આગમન થયું હતું. વલ્લભીપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ માહોલ સર્જાયો હતો.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ધમાકેદાર વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ આવતાં જ ખેડૂતોમાં ખુશી જોવા મળી.
જામનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. નાની ખાવડી ગામે વીજળી પડતાં વૃદ્ધને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જામનગર નજીક આવેલા દાડિય ગામમાં પણ વરસાદ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. લિંબડી શહેર વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.
સૌરાષ્ટ્રના કયા-કયા જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો, આ જિલ્લામાં વીજળી પડતાં વૃદ્ધના થયા આવા હાલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2020 04:00 PM (IST)
સમગ્ર ગુજરાતમાં હાલ બફારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં તો જાણે વરસાદની સિઝનની શરૂઆત થઈ ગઈ હોય એમ વરસાદ ખાબકી રહ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -