અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. 9 ઓગસ્ટથી ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. બંગાળની ખાડીમાં 9 ઓગસ્ટે લો પ્રેસર સિસ્ટમ સક્રિય થશે.
આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલું જ નહીં આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે જેને કારણે 9 ઓગસ્ટથી મન મૂકીને મેઘરાજા પધરામણી કરશે. જોકે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સામાન્ય વરસાદ રહેશે.
વરસાદની આગાહીને લઈને NDRFની ટીમો પણ એલર્ટ કરી દેવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને NDRFની 9 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ટીમ તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. એટલું જ નહીં, બંગાળની ખાડીમાં 9 ઓગસ્ટે વધુ એક લો પ્રેશર સક્રિય થશે જેનાથી રાજ્યમાં સારો વરસાદ વરસશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, અગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ-મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં ભારે વરસાદની પડે તેવી સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સીસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના માછીમારોએ અગામી બે દિવસ દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.
ગુજરાતમાં 9 ઓગસ્ટથી મન મૂકીને મેઘરાજા કરશે પધરામણી? હવામાન વિભાગે બીજી શું કરી મોટી આગાહી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Aug 2020 07:55 AM (IST)
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. 9 ઓગસ્ટથી ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
- - - - - - - - - Advertisement - - - - - - - - -