હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સિસ્ટમને લઈને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળીયા સહિતના ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે જો કે સતત વરસાદના કારણે નિચાણાવાળા વિસ્તારો અને બજારના રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. દ્વારકાના દરિયે કંરટ છે.
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા અહીયા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. અમરેલીના વડીયા પંથકમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેથી રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે. સતત બે દિવસથી વડીયા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો.
જૂનાગઢના વીસાવદરમાં ચાર ઈંચ પડેલા વરસાથી નદીઓમાં નવા નીર આવ્યા છે. રાજકોટના જેતપુરમાં ગતરાતે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.