અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 9મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થતાં રાજ્યના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 33.49 ટકા વરસાદ વરસ્યો છે. સિઝનનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં છે. છેલ્લા થોડા દિવસથી વરસી રહેલા વરસાદથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે.