હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે. આગામી 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે.
હવામાનની આગાહીના કારણે ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને 18 નવેમ્બર સુધી દરિયો ન ખેડવા પણ સુચના આપી દેવામાં આવી છે. માછીમારી કરવા ગયેલી બોટો પરત ફરી રહી છે. જોકે દરિયામાં હજુ કોઈ ખાસ અસર ન વર્તાઈ રહી હોય તેમ દરિયો શાંત જોવા મળે છે.
દેવમૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર, દ્વારકા બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. જિલ્લામા વાતાવરણમા પલ્ટો આવ્યો હતો. વેરાવળ બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ મુકાયુ છે.