છેલ્લા બે દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 4તી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4થી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ અને દક્ષિણ અરબી સમુદ્રમાં ભેજવાળા પવન કેન્દ્રિત થતાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. સાઉથ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે.
દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોનનાથ, કચ્છ, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2020 12:14 PM (IST)
હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 4તી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડે તેવી સંભાવના
- - - - - - - - - Advertisement - - - - - - - - -