અમદાવાદ: હવામાન વિભાગ પ્રમાણે, હવે ચોમાસુ નબળું પડવાની સંભાવના છે. જોકે શનિવારે સાંજે 8 વાગે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં શનિવારે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં ભારે વરસાદ માટે હવે થોડી રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ નવી સિસ્ટમ સક્રિય થશે ત્યારબાદ વરસાદ વરસી શકે છે. છેલ્લા ત્રણ કે ચાર દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે.

હવામાન વિભાગ અનુસાર વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ગુજરાતમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.