ગીર સોમનાથ જિલ્લાના ઉંબા ગામે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અચાનક વાદળોમાં કાળા ડિંબાગ વાદળો થઈ ગયા હતાં અને તોફાની પવન શરૂ થયો હતો ત્યાર બાદ પવનની સાથે સાથે વરસાદ પણ ખાબક્યો હતો. વરસાદી ઝાપટું પડતાં ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
ઉંબા ગામે તોફાની પવન સાથે વરસાદ તુટી પડતાં આંબા પરથી કેરીઓ ખરી પડી હતી જેના કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે ચોમાસા પહેલાના વરસાદ અને સૂસવાટાભેર પવનથી ખેડૂતોને નુકશાન પહોંચ્યું છે.