બનાસકાંઠા: બિપરજોય વાવાઝોડાએ અનેક રીતે વિનાશ વર્યો છે. વરસાદના કારણે ભાટીબ ગામમાં આવેલો સોલાર પ્લાન્ટ  સંપૂર્ણ  રીતે  તબાહ થઇ ગયો.બિપરજોય વાવાઝોડુ ગુજરાત બાદ રાજસ્થાન ફંટાયું હતું અને રાજસ્થાનમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે બનાસકાંઠાના બોર્ડરના ગામમાં પાણી આવી જતાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી.





બસકાંથામાં આવેલા સોલાર પ્લાન્ટને રાજસ્થાનથી આવેલા પાણીએ  તબાહ  કરી દીધો. સોલાર પ્લેટ તૂટીને ઊખડી દૂર વહી ગયો. બનાસકાંઠામાં બિપરજોયની અસરથી મૂશળધાર વરસાદ થતાં ભારે નુકસાન થયું છે બાગાયતી પાકનું ધોવાણ થયું તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા તો બીજી તરફ સંખ્યાબંધ વીજપોલ ધરાશાયી થતા અંધારપટ જેવી સ્થિતિ સર્જાઇ હતી.  





બનાસકાંઠાના ભાટીબ ગામમાં પાણીનો ફ્લો એવો હતો કે પ્લાન્ટ તૂટીને પાણીનો પ્રવાહ સાથે વહી ગયો અને તેના પણ   માટીના ઢગ ચડી ગયા, પુરના પાણીએ પાણીએ બંસ્કાંથના ધાનેરા તાલુકામાં વેરેલા વિનાશના દૃશ્યો ઠેર ઠેર જોવા મળે છે. બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેવા સતત વરસાદે જનજીવનને ખૂબ ખરાબ રીત પ્રભાવિત કર્યું છે. 


છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં તુટી પડ્યો વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ


જ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લામાં વરસાદ ? 



  • 22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ

  • રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢ વરસાદ

  • 24 કલાકમાં સૌથી વધારે અમીરગઢમાં 8 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં દાંતા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ધાનેરા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં પોશીના તાલુકામાં 6 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં દાંતીવાડા તાલુકામાં 6 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં પાલનપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સાંતલપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ડીસા તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં રાધનપુર તાલુકામાં 5 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં દીયોદર તાલુકામાં 4 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં થરાદ તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સિદ્ધપુર, વડગામમાં પોણા 4 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં વાવ, સરસ્વતી, પાટણમાં ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં લાખણી, વિજયનગર, કાંકરેજમાં અઢી ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સમી તાલુકામાં 2 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ભાભર, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં લખપત, ગોધરા અને સૂઈગામમાં દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં હાલોલ, વિરપુર, હારીજમાં સવા ઈંચ વરસાદ


મહત્વનું છે કે, રાજ્યોમાંખી બિપરજૉય વાવાઝોડું પસાર થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી નથી થઇ, હવામાન વિભાગ અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને ઠેક ઠેકાણે ધોધમાર વરસાદી વરસી શકે છે. ખાસ કરીને આની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે