Rainfall: બનાસકાંઠામાં વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, તો વળી ક્યાંક ઘરના છત- છાપરાં ઉડ્યા છે, હવે આ બધાની વચ્ચે બનાસકાંઠામાંથી એક આશ્ચર્યચકિત કરતી ઘટના સામે આવી છે. જિલ્લામાં ડીસામાં વરસાદી ભારે પવનથી આખેઆખુ ઘર ધરાશાયી થયુ છે, જેમાં ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પીટલામાં ખસેડવામાં આવ્યા છે.

  


ભારે પવનથી બનાસકાંઠામાં તારાજીની વધુ એક ઘટના ઘટી છે, જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામમાં ગઇકાલે પડેલા ભારે વરસાદ અને પવનથી એક ઘરને નુકસાન પહોંચ્યુ છે. ભારે પવન ફૂંકાતા આસેડા ગામમાં એક ખેતરમાં બનાવેલું આખેઆખુ ઘર ધરાશાયી થઇ ગયુ હતુ, આ મકાનમાં તે સમયે ચાર લોકો આશ્રિત હતા, અને આ ચારેયને રીતે ઇજા પહોંચી હતી. મકાન ધરાશાયી થવાની ઘટનામાં ચાર લોકોમાથી બેની હાલત ખુબ જ ગંભીર પહોંચી હતી, જેઓએ વધુ સારવાર માટે પાલનપુર હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. મકાન પડવાની ઘટનાથી સમગ્ર આસેડા પંથકમાં ચકચાર મચી ગઇ છે.


સંકટ ટળ્યું નથી, આગામી 24 કલાકમાં આ 12 જિલ્લામાં તુટી પડશે વરસાદ


છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના માથે વરસાદી આફત આવી છે, સૌરાષ્ટ્ર, કચ્છ બાદ ઉત્તર ગુજરાત અને હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદે કેર વર્તાવ્યો છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. વરસાદને લઇને હવામન વિભાગે નવુ અપડેટ આપ્યુ છે, જેમાં આજે પણ રાજ્યમાં ભારે વરસાદ તુટી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર હજુ સંકટ ટળ્યુ નથી આજે અને આવતીકાલે 12થી 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જાણો આજે ક્યાં ક્યાં પડી શકે છે ભારે વરસાદ....


આજે ક્યાં ક્યાં તુટી પડશે વરસાદ ?
આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 


આવતીકાલે પણ વરસાદ મચાવશે કેર 
હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, આવતીકાલે પણ વરસાદનું જોર યથાવત રહી શકે છે, આવતીકાલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. આમાં અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહિસાગર, સાબરકાંઠા, વડોદરા, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.