13 જુલાઈએ સુરત,નવસારી,દમણ, દાદરા નગર હવેલી, અમરેલી,ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો અમદાવાદમાં આવનારા પાંચ દિવસમાં આછો અથવા નહીંવત વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 9.23 ઇંચ વરસાદ ખાબક્યો છે જે સીઝનનો 28.222 ટકા જેટલો છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ જોઈએ તો આ ચોમાસાની સૌથી સારી શરૂઆત છે.
સૌરાષ્ટ્રમાં ગત વર્ષે 9 જુલાઇ સુધી 5.03 ઈંચ સાથે મોસમનો માત્ર 19.29 ટકા વરસાદ પડયો હતો. જ્યારે આ વર્ષે અહીં 14.80 ઈંચ સાથે સીઝનનો 55.48 ટકા વરસાદ પડી ચૂક્યો છે.