ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સાયકલોનીક સકર્યુલેશન બની રહ્યું છે. જેના કારણે 1 ઓગષ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે.


રાજ્યમાં અત્યાર સુઘી 336.17 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 40.45 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 15 જિલ્લાના કુલ 47 તાલુકાઓમાં સરેરાશ વરસાદ 2.59 મીમી નોઘાયેલ છે. વલસાડ તાલુકામાં સૈાથી વઘુ વરસાદ નોંધાયેલ છે.

IMD ના અઘિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજયમાં અત્યાર સુઘી સિઝનનો લગભગ 41 ટકા જેટલો વરસાદ થયો છે. બંગાળની ખાડીમાં સાયકલોનીક સકર્યુલેશન બની રહયુ છે, જેના કારણે 1 ઓગષ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા મઘ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે.

આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડના કેટલાક વિસ્તારોમાં અને સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દેવભૂમી દ્વારકા અને ગીરસોમનાથ જિલ્લાના અમુક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થવાની શકયતા છે. આજથી લઇ આવતા 5 દિવસ દરમિયાન વરસાદમાં વઘારો થવાની શકયતા છે.