Rain Update:હવામાન વિભાગે આજે ગુજરાતના 10 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાનો સમાવેશ થાય છે. કચ્છ, મોરબી,જામનગરમાં અને રકા,પોરબંદર,બનાસકાંઠા, પાટણ, નવસારી,વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શકયતાને જોતા વરસાદનું યલો એલર્ટ આપવાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ વરસ્યો.
હવામાન વિભાગની આગાહી મુજબ 3 ઓગસ્ટ સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લામાં છુટછવાયો વરસાદ વરસી શકે છે. ગત 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તે અંગે આંકડાવાર વાત કરીઓ તો છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પાટણમાં સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં નોંધાયો વરસાદ
- પાટણમાં વરસ્યો સવા પાંચ ઈંચ વરસાદ
- સરસ્વતિમાં વરસ્યો સાડા ચાર ઈંચ વરસાદ
- અબડાસામાં વરસ્યો સવા ચાર ઈંચ વરસાદ
- વિસનગરમાં વરસ્યો ચાર ઈંચ વરસાદ
- જોટાણામાં વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ
- ખેરાલુમાં વરસ્યો સવા ત્રણ ઈંચ વરસાદ
- મહેસાણામાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ
- ભાભરમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ
- બેચરાજીમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ
- રાધનપુરમાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ
- સાંતલપુરમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ
- લાખણીમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ કચ્છની સાથે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું (heavy rain) અનુમાન કરવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની (heavy rain) આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ચાણસ્મામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અંજારમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સિદ્ધપુરમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વડનગરમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં દેત્રોજમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં વરસ્યો બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં હારીજમાં વરસ્યો બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ખંભાળીયામાં વરસ્યો બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભચાઉમાં વરસ્યો બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સતલાસણામાં વરસ્યો બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં વરસ્યો બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કડીમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
મહેસાણામાં વરસેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. બહુચરાજી પાસેના રેલવે અન્ડર બ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે. રેલવે અન્ડર બ્રિજ છલોછલ ભરાયું છે. આ ઉપરાંત ખેડામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો. કપરડા, સંખેશ્વરમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં ખેડામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સમીમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કાલાવડમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સંખેશ્વરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કપરાડામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વિરમગામમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઘોઘામાં વરસ્યો સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં વરસ્યો સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં લખપત, ઊંઝામાં વરસ્યો સવા ઈંચ વરસાદ
- ઈડર, ડભોઈ,માણસામાં સવા સવા ઈંચ વરસાદ