Rain update:ગુજરાતમાં હાલ મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (forecast) મુજબ આજે ગુજરાતના 16 જિલ્લામાં ભારે વરસાદ (rain) વરસી શકે છે. રાજ્યના 16 જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની (rain) હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું (rain)યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના વાસંદામાં વરસ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં ખાબક્યો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વાંસદામાં સાડા સાત ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વઘઈમાં સવા છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કપરાડામાં પોણા છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડોલવણમાં પોણા છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં પોણા છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં આહવામાં સવા પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં સવા પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડમાં સાડા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સોનગઢમાં સાડા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં સવા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વાલોડમાં સવા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગણદેવીમાં ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુબીરમાં ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં પોણા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વ્યારામાં પોણા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પાદરામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીમાં ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પારડીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ધાનેરા, દાંતામાં અઢી અઢી ઈંચ વરસાદ વરસ્યો છે તો વડગામમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. થરાદમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ડીસા, ભાભર, વાવ, દિયોદરમાં પણ એક ઈંચ વરસાદ વરસ્યો છે. પાલનપુર, લાખણી, અમીરગઢમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે.
- છેલ્લા 24 કલાકમાં વિજયનગરમાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સાગબારામાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધાનેરામાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વાપીમાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં દાંતામાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સતલાસણામાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં મહીસાગરના વિરપુરમાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઉચ્છલમાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નડીયાદમાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મામાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કુકરમુંડામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પલસાણામાં બે ઈંચ વરસાદ
રાજ્યના 16 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે.દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં અને અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- છેલ્લા 24 કલાકમાં હારીજમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વિજાપુરમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વડગામમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વડાલીમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જલાલપોરમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં દસક્રોઈમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભિલોડામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઊંઝામાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના માંડવીમાં પોણા બે ઈંચ વરસાદ