અમરેલીઃ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદીઓ અને નાળા છલકાયા હતા. સાવરકુંડલાના ઠવી,વિરડી,જેજાદ સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઇ હતી. અમરેલી જીલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ 96 ટકા સુધી ભરાયો હતો. ખોડિયાર ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવામાં આવી શકે છે. સિંચાઈ વિભાગ દ્વારા હાઈ એલર્ટ મેસેજ જાહેર કરાયો હતો અને નીચાણવાળા ગામના લોકોનો નદીના પટ્ટમાં ન જવા સૂચનાઓ અપાઈ હતી. સાત તાલુકાઓના 45 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.


તે સિવાય બાબરાના ત્રંબોડા ગામે નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ઘોડાપુર આવતા સ્થાનિકો પુરના દ્રશ્યો નિહાળવા પહોંચ્યા હતા. ખાંભાના ધાતરવડી નદીમાં પૂર આવ્યું હતું. બાબરાના પાનસડા,ગરણી સહિતના ગામોમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. ગરણી ગામે આવેલી કારણુંકી બે કાંઠે વહેતી થઈ હતી. ધારીના ગોપાલગ્રામ,ચલાલા,દહીંડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

અમરેલી જીલ્લામાં 2 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની ટીમ વડોદરાથી અમરેલી ખાતે મોકલવામાં આવી છે. તો અમરેલી જીલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને જોતા જીલ્લા પ્રશાસન એલર્ટ બન્યું છે અને સતત વરસાદની સ્થિતિ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમરેલી નગર પાલિકા ખાતે એનડીઆરએફની ટુકડીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 25 મેમ્બરો અને સાધનસામગ્રી સાથે આવેલ એનડીઆરએફને અહીંથી જિલ્લાના અલગ-અલગ સ્થળો પર જરૂરિયાત પડે મોકલવામાં આવશે.


ગોંડલમાં ધોધમાર વરસાદ


રાજકોટના ગોંડલમાં દોઢ કલાકમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય ગોંડલના ગ્રામ્ય પંથકમાં પણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગોંડલ શહેરના અંડરબ્રિજમાં કેડસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે ગોંડલની વાસવડી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા.


સુરતમાં હૃદય કંપાવતી ઘટનાઃ ટ્રેન નીચે પટકાતા યુવકના બંને પગ કપાઇ ગયા છતા ઘરે ફોન કરીને કહ્યું,....


હવે છોકરીઓ માટે ખુલશે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા, સરકારે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?


IND vs ENG: ઈંગ્લેન્ડમાં T20 અને વન ડે સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા, આ રહ્યું પૂરું શિડ્યૂલ