India vs England ODI series 2022 Schedule: ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે મર્યાદીથ ઓવરની સીરિઝ રમશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકટ બોર્ડે 2022ના ઘરેલુ ઈન્ટરનેશનલ કેલેન્ડરની જાહેરાત કરીને આ જાણકારી આપી છે.
ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમી રહ્યું છે. જેની પાંચમી અને અંતિમ ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી માનચેસ્ટરમાં રમાશે. કોવિડ-19 મહમારીના કારણે કેલેન્ડરને ટેસ્ટ ક્રિકેટ અને મર્યાદીત ઓવરની સીરિઝમાં વહેંચવામાં આવ્યું છે.
વન ડે અને ટી-20 સીરિઝ રમશે ભારતીય ટીમ
ઈંગ્લેન્ડની પુરુષ ટીમ જુલાઈમાં ભારત સામે મર્યાદીત ઓવરોની ઘરેલુ સીરિઝ રમશે અને બાદમાં દક્ષિણ આફ્કિ સામે ટકરાશે. ઈસીબી દ્વારા જાહેર કરવામાં વેલા કાર્યક્રમ અનુસાર ભારત પ્રવાસની શરૂઆત 1 જુલાઈએ ઓલ્ડ ટ્રેફર્ડમાં ટી-20 આંતરરાષ્ટ્રીય મુકાબલાથી કરશે. અન્ય બે ટી-20 મુકાબલા 3 જુલાઈએ ટ્રેન્ટ બ્રિજ અને 6 જુલાઈએ એજિયસ બાઉલમાં રમાશે.
જે બાદ ત્રણ મેચોની વન ડે સીરિઝ 9 જુલાઈએ એજબેસ્ટન, 12 જુલાઈ ઓવલ અને 14 જુલાઈએ લોર્ડ્સમાં રમાસે. જે રૂટની ટેસ્ટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝની શરૂઆત 2 જૂને લોર્ડ્સ પર કરશે. જ્યારે અન્ય બે ટેસ્ટ ટ્રેંટબ્રિજમાં 10-14 જૂન અનેહેડિંગ્લેમૈ 23-27 જૂને રમશે.
ઈસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી ટોમ હેરિસને કહ્યું, આ ક્રિકેટનું શાનદાર સત્ર હશે અને ઉનાળામાં મેદાન પર દર્શકોની વાપસી થશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન ન્યૂઝિલેન્ડ સામે ત્રણ ટેસ્ટની એલવી ઈન્શ્યોરન્સ સીરિઝ સાથે આંતરરાષ્ટ્રીય ટીમોના પ્રવાસની શરૂઆત થશે.