Gujarat Rain Live Update : બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ,કચ્છ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ

Gujarat Rain Live Update : રાજ્યમાં ભારે વરસાદથી અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. બનાસકાંઠા 16 ઇંચ વરસાદ વરસતા આ જિલ્લાના અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યાં છે. જાણીએ રાજ્ય વેધર અપડેટ્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 08 Sep 2025 03:12 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Rain Live Update :ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 8 સપ્ટેમ્બર 2025ના રોજ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ...More

પાટણના સાંતલપુર તાલુકામાં વરસાદથી અનેક રોડ-રસ્તા ધોવાયા

પાટણના સાંતલપુર તાલુકામાં વરસાદથી અનેક રોડ-રસ્તા જળમગ્ન થઇ ગયા છે. એવાલથી જાખોત્રા ગામનો રસ્તો તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. કેટલાક ગામોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. સાંતલપુર તાલુકાના જામવાળા ફાગણી રોડ પર ફરી  પાણી  વળ્યા.  સાંતલપુર તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે.