Cyclone Biparjoy Effect: કચ્છ, સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.


મોરબીમાં વરસાદ


મોરબી શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો છે. શહેર અને જિલ્લામાં વરસી વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડા ની અસર મોરબી જિલ્લા અને શહેર પર આફત બની છે.


મોરબીના નવલખી બંદર નજીક પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. નવલખી બંદર, ઝિંઝડા, વર્ષા મેડી, મોટા દહિસરા, નાના દહિસર, લવણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.


જામનગરમાં વરસાદ


જામગર શહેરમાં વાવાઝોડાની ભારી અસર જોવા મળી રહી છે. જામનગર શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સેક્શન રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે.


અમરેલીમાં વરસાદ


વાવાઝોડાની અસર અમરેલીમાં પણ જોવા મળી છે. ધારીના સરસીયા અને ગીર વિસ્તારમાં ગઇકાલે સાંજે ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડ્યો છે.


રાજકોટમાં વરસાદ


બીપરજોય વાવાઝોડા ની અસર ને લઈ ધોરાજીમાં ભારે ધૂધવતા પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ધોરાજીમાં આખી રાત ધીમી ધારે વરસાદ બાદ વહેલી સવારના ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા. વાવાઝોડાના કારણે ધોધમાર વરસાદને લઈને શફુરા નદીમાં નવા નિર આવ્યા છે. થોડાક સમય જો વધુ વરસાદ પડશે તો શફુરા નદી કાંઠે આવેલ પંચનાથ મહાદેવ મંદિર નો મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડશે.


સાબરકાંઠામાં વરસાદ


બીપોરજોય વાવાજોડાની અસર સાબરકાંઠા જિલ્લામાં વર્તાઈ છે. જિલ્લામાં વહેલી સવારે વરસાદ વરસ્યો છે. પવન સાથે જિલ્લાના વડાલી પંથકમાં વરસાદ પડ્યો છે. વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ પડ્યો છે.


અરવલ્લી જિલ્લામાં વરસાદ


ઉત્તરગુજરાતમા બીપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. અરવલ્લીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. મોડાસા - શામળાજી હાઇવે ઉપર ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.  મોડાસાના ગ્રામીણ પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. ઈસરોલ, જીવણપુર ઉમેદપુર સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે.