Gujarat Rain:ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદને (heavy rain) કારણે વિવિધ ઘટનાઓમાં આઠ લોકોના મોત થયા છે. ભારે વરસાદને કારણે રાજ્યના મોટા ભાગોમાં નદીઓ અને ડેમ છલકાઈ જવાથી અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. વિવિધ ગામોમાં ફસાયેલા આઠસોથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના તમામ 206 મોટા ડેમ ભરાઈ ગયા છે.
ગુજરાતમાં ભારે વરસાદને (heavy rain) કારણે વિવિધ ઘટનાઓમાં આઠ લોકોના મોત થયા છે. ભારે વરસાદને કારણે રાજ્યના મોટા ભાગોમાં નદીઓ અને ડેમ છલકાઈ જવાથી અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. વિવિધ ગામોમાં ફસાયેલા આઠસોથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર બુધવારે સવારથી વડોદરા, સુરત, ભરૂચ અને આણંદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. કેટલીક જગ્યાએ તો શાળા-કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરવી પડી હતી. કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવાને પણ અસર થઈ હતી
NDRFની ત્રણ ટીમ તૈનાત
રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે આઠ લોકોના મોત થયા છે. આ દરમિયાન 826 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા NDRFની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, હવામાન વિભાગ (IMD) દ્વારા ઘણા જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવેલા ભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને, કંટ્રોલ રૂમ પરિસ્થિતિ પર નજર રાખવા અને ફસાયેલા લોકોને મદદ કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે.
રાજ્યના તમામ 206 મોટા ડેમ ભરાઈ ગયા છે
તેમણે કહ્યું કે, રાજ્યના તમામ 206 મોટા ડેમ ભરાઈ ગયા છે. રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ હવે 54 ટકા ભરાઈ ગયો છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં 12 કલાકમાં 354 મીમી વરસાદ નોંધાયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરમાં પૂર આવ્યું હતું. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. લગભગ 200 લોકોને અન્ય સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા.