Kutch News:  કચ્છના ગાંધીધામમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા હતા. અપના નગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. કન્સ્ટ્રક્શન સાઇટ પાસે ખોદેલા ખાડામા પડી જવાથી માસૂમ બાળકોના મોત થયા હતા. કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોકીદારીનું કામ કરતા શ્રમજીવી પરિવારના બે સગા ભાઈના મોત થયા હતા. આજે સાંજે 5 અને 8 વર્ષના બને ભાઈ રમતા રમતા ગુમ થયા હતા. બાળકોના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


રાજ્યમાં આગામી 28 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.


25-26 જુલાઈની આગાહી


આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.


હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે 28 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવા સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું પ્રમાણ યથાવત રહેશે.


અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઇને મોટી આગાહી કરી છે. તેમને આગાહી કરતાં જણાવ્યુ કે, કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે, હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઇ રહ્યું નથી. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે. પેસિફિક મહાસગર પર વાદળો હાલમાં નહીવત છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઇ રહ્યાં છે. વાયુ મંડળમાં એટમૉસ્ટફિયરિક વેવ નબળી દિશામાં છે.