Gujarat Rain  Forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસશે. રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્કયુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે.... આજે 13 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે... યલો એલર્ટ વાળા જિલ્લાની વાત કરીએ તો મહિસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે... તો બે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસશે. તો દરિયાકાંઠાના વિસ્તારમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન વ્યકત કરાયું... ત્રણ- ત્રણ સિસ્ટમ સક્રિય થતા માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.... રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 85.73 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 89.10 ટકા, ઉત્તર ગુજરાતમાં 88.73 ટકા, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા અને મધ્ય ગુજરાતમાં 81.03 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.... અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં 13% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આગામી 24 કલાકમાં  પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ,નર્મદા, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આણંદ,ખેડા. આ તમામ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે તો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર રાજકોટમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી  કે 8 સપ્ટેમ્બર સુધી  ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.  

ગુરૂવારે રાજ્યના 94 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસ્યો સાત ઈંચ વરસાદ... ક્વાંટ, દેવગઢ બારિયા, પાવી જેતપુર, વ્યારા અને અમરેલી જિલ્લામાં ગઈકાલે વરસાદ વરસ્યો. હજુ પણ સાત દિવસ માટે વરસાદનું એલર્ટ જાહેર કરવામા આવ્યું છે.

આજે પણ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે.આગામી બે દિવસ માટે ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદ પડશે.જમ્મુમાં વરસાદના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનને પણ અસર થઇ છે.ય .. માતા વૈષ્ણોદેવી કટરાથી નવી દિલ્લી વચ્ચેની ટ્રેન આજે રદ થઇ છે. તો અન્ય બે ટ્રેન પણ સંપૂર્ણ રદ કરવાનો રેલવે પ્રશાસનનો નિર્ણય લીધો છે.