અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ શક્તિ વાવાઝોડું ધીમું પડયું છે.  ગુજરાતમાં શક્તિની અસર નહીં થાય.   આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  આજે શક્તિ વાવાઝોડું યુ ટર્ન લેશે અને વાવાઝોડું ધીમે-ધીમે શાંત પડશે.   

Continues below advertisement

હવામાન વિભાગની આગાહી અનુસાર,  દ્વારકાથી 940 કિ.મી અને નલિયાથી 960 કિ.મી શક્તિ વાવાઝોડું  દૂર છે.  આવતીકાલથી ડીપ્રેશનમાં પરિવર્તિત થશે.  આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Continues below advertisement

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે.  માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.  દરિયાકાંઠે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.  દરિયાકાંઠે DW-2 સિગ્નલ લગાવાયું છે.  અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે.  

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર સંભવિત વાવાઝોડા શક્તિને લઈ વહીવટી તંત્ર ખડે પગે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદ, જામનગર,  કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં  વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. 

વાવાઝોડાને ધ્યાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ દૂર કરવામાં આવ્યા છે. જરૂર પડશે તો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી શકે છે.  દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં 25 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા છે.  

હવામાન વિભાગની 8 ઓક્ટોબર સુધી ચેતવણી જાહેર

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ (ચેન્નાઈ) અને ઉત્તર ભારતના રાજ્યો દિલ્હી, બિહાર અને હિમાચલ પ્રદેશ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યાં ભારે પવન અને ભારે વરસાદની અપેક્ષા છે. ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ પણ છે. 

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની વિપરીત અસરથી તમિલનાડુમાં  પણ ભારે વરસાદ વરસ્યો. 23 શહેરમાં હજુ પણ ગુરૂવાર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે.  ચાલુ વર્ષે તમિલનાડુમાં વરસેલા વરસાદથી જનજીવનને  વ્યાપક અસર થઇ છે.