Gujarat Rains: ચોમાસાનો બીજો રાઉન્ડ (second round of monsoon) હવે જોર પકડવા તૈયાર છે! હવામાન ખાતાએ (India Meteorological Department) ધમાકેદાર આગાહી કરી છે કે ગુજરાત (Gujarat) માં 12 થી 16 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ (heavy to very heavy rainfall) ની શક્યતા છે. કચ્છ-સૌરાષ્ટ્ર (Kutch-Saurashtra) પર એક 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (upper air cyclonic circulation)' સક્રિય થયું છે, જેના લીધે મેઘરાજા (monsoon clouds) બરાબરની પધરામણી કરશે.
આજથી જ શરૂ થશે ઝરમર ઝરમર
હવામાન ખાતા (IMD) મુજબ, આજથી એટલે કે 10 જુલાઈથી જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓ (most districts in the state) માં ગાજવીજ (thunderstorm) સાથે હળવોથી મધ્યમ વરસાદ (light to moderate rain) ચાલુ થઈ શકે છે. પવન (winds) પણ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક (30–40 kmph) ની ઝડપે ફૂંકાઈ શકે છે. આ ભારે વરસાદની આગાહી (heavy rain alert) ને પગલે, 13 જુલાઈ (13th July) સુધી માછીમારો (fishermen) ને દરિયો ખેડવા (venture into sea) ન જવાની ખાસ સૂચના (special advisory) આપી દેવાઈ છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના (untoward incident) ન બને.
આવતીકાલે ક્યાં યલો એલર્ટ?
આવતીકાલે એટલે કે 11 જુલાઈએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરની સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું 'યલો એલર્ટ' જાહેર કરાયું છે. આ સિવાય સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું 'યલો એલર્ટ' છે.
આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં કેવો વરસાદ?
- આજે (10 જુલાઈ): બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
- આવતીકાલે (11 જુલાઈ): બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં મધ્યમ વરસાદ રહેશે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે.
- 12 જુલાઈ: મહીસાગર, દાહોદ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં 'યલો એલર્ટ' છે.
- 13 જુલાઈ: અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં 'યલો એલર્ટ' રહેશે.
- 14 જુલાઈ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં 'યલો એલર્ટ' ની આગાહી છે.
- 15 જુલાઈ: બનાસકાંઠા અને સાબરકાંઠામાં 'યલો એલર્ટ' રહેશે.