આવતીકાલે એટલે કે 18 ઓગસ્ટના રોજ નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેંદ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
19 ઓગસ્ટે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેદ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
રાજયમાં ચાલુ અઠવાડિયા દરમિયાન થયેલી મેઘમહેરના પગલે વરસાદની જે ઘટ હતી તે મોટાભાગની પૂર્ણ થઈ ચૂકી છે. રાજયમાં સિઝનનો 77.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 122.18 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 111.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 66.57 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 59.97 ટકા, તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.