ભારે વરસાદ ખાબક્યા બાદ ગજરાતમાં વરસાદે જાણો વિરામ લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં નોંધપાત્ર જ વરસાદ જોવા મળી રહ્યો છે જોકે થોડા દિવસ બાદ મોડી રાતે પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. રાણાવાવમાં 4 ઈંચ, પોરબંદરમાં 4 ઈંચ અને કુતિયાણા 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતાં.
છેલ્લા ત્રણ-ચાર દિવસ બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પોરબંદરના રાણાવાવમાં મોડી રાતે વરસાદ તુટી પડ્યો હતો. સૌથી વધુ વરસાદ પોરબંદર જિલ્લાના રાણવાવમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો.
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જિલ્લાના રાણાકડોરણા અને આસપાસના ગામોમાં 3થી 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે મિણસાર નદીમાં પુર જેવી સ્થિતિ જોવા મળી હતી. જ્યારે કોરી ધાકોડ નદીમાં એક રાતમાં વરસાદથી ગાડીતુર થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.
મોડી રાતે પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ભારે વરસાદ તુટી પડ્યો હતો. રાણાવાવમાં 4 ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. પોરબંદરમાં ભારે વરસાદને પગલે છાયા ચોકી રોડ પર પાણી ભરાયા હતાં.
પોરબંદરના બરડા પંથકમાં મોડી રાતે ધીમી ધારે મેઘરાજાનું આગન થયું હતું જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બરડા પંથકના બગવદર, ખીસ્ત્રી, કુણવદર, ભેટકડી, મજીવાણા, ખામ્ભોદર, મોરાણા સહિતના મોટા ભાગના ગામડાંઓમાં ધીમી ધારે 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી મિણસાર નદી થઈ ગાંડીતૂર, જોવા લોકો ઉમટી પડ્યાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2020 10:35 AM (IST)
છેલ્લા ત્રણ-ચાર દિવસ બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં
- - - - - - - - - Advertisement - - - - - - - - -