Sabarkantha: સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા હુડાનો વિરોધ વકર્યો છે. આજે સંપૂર્ણ હિંમતનગર બંધ છે. હિંમતનગરમાં 11 ગામોના લોકોએ હુડાનો જોરદાર રીતે વિરોધ કર્યો છે, હિંમતનગરમાં HUDAમાં સમાવેશ થતા ગામડાઓના સ્થાનિકો છેલ્લા 3 મહિનાથી વિરોધ કરી રહ્યાં છે. જેને લઇને આજે શહેરમાં સ્કૂલ, કૉલેજ, વેપાર, ધંધા-રોજગાર બંધ રહ્યાં છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં પણ રજાનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, હુડાના વિરોધમાં ખાનગી સાથે સહકારી સંસ્થાઓએ પણ સમર્થન આપ્યુ છે. 

Continues below advertisement

હિંમતનગરમાં ચાલી રહેલા ત્રણ મહિનાથી હુડાના વિરોધને લઈ અલગ-અલગ સંસ્થા, એસોસિએશને સ્થાનિકોને ટેકો આપ્યો છે, સ્થાનિક સ્તરે અને સરકારમાં પણ કરાઇ છે રજૂઆત અને સરકારમાં ફેર વિચારણા માટે કરાઇ હતી રજૂઆત, પરબડા, ધાણધા, સવગઢ, કાટવાડ, બોરિયા, પીપલોદી, હડિયોલ, કાંકણોલ, બેરણા, નવા બળવંતપુરા ગામના સ્થાનિકો વિરોધ કરી રહ્યાં છે. હુડાનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી જ વિરોધ શરૂ થયો છે અને છેલ્લા 3 મહિનાથી સતત અલગ-અલગ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. જોકે ખેડૂતોનો આક્રોશ એ વાતને લઈને છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક નેતાગીરી કે રાજ્ય સરકાર તરફથી આ મામલે કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર કે વિચારણા કરવામાં આવી નથી. સ્થાનિકોનું કહેવું છે કે, અમારી જમીન અમારી જ રહેશે અને 11 ગામના 11 હજારથી વધુ લોકોએ હાથમાં મીણબત્તી લઈ શાંતિપૂર્ણ માર્ચ કરી હતી, ખેડૂતોની એકતા અને સંઘર્ષે સરકારે હવે વિચારવું પડશે એવું જણાવી દીધું અને હડિયોલ, બેરણા, કાંકણોલ જેવા અગિયાર ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, 4 ટકા જમીનનો ટુકડો નહી પરંતુ પેઢી દર પેઢીની મહેનત અને આજીવિકાનો સવાલ છે તેવું ખેડૂતોનું કહેવું છે. મહત્વનું છે કે, ગુજરાત ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ-1976 મુજબ યુડીએ એટલે કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી જાહેર થઈ શકે છે જેમાં કેટલાક પ્રાવધાન છે.

દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ

સંઘ પ્રદેશ દમણમાં આટીયાવાડ વિસ્તારમાં આવેલા તળાવમાં સાત બાળકો ડૂબી જતાં અરેરાટી મચી ગઇ છે. સાત બાળકોમાંથી એકનું સફળ રેસ્ક્યુ કરતા જિંદગી બચી  ગઇ છે.  જ્યારે  ત્રણ બાળકોના મૃતદેહ મળ્યાં છે.   હજુ ત્રણ બાળકોની શોધખોળ ચાલુ છે. દમણના આટીયાવાડ વિસ્તારમાં આવેલા હિંગળાજ માતાના મંદિર પાસેના તળાવમાં મોડી સાંજે સાત બાળકો ડુબ્યા હતા... ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકોની સાથે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.  દુર્ઘટનામાં સ્થાનિકોએ એક બાળકને બચાવી લીધો છે... તો ત્રણ બાળકોના મોત નિપજ્યા છે.... જ્યારે હજુ ડુબેલા ત્રણ બાળકોની શોધખોળ ચાલી રહી છે.... ઘટનાને પગલે સંઘ પ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે.

Continues below advertisement