પાલનપુર: ચડોતર હાઈવે પર હિટ એન્ડ રન, 4 વર્ષના બાળકનું ઘટનાસ્થળે મોત
abpasmita.in | 13 Dec 2019 07:49 PM (IST)
બનાસકાંઠાના પાલનપુરના ચડોતર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે.
પાલનપુર: છેલ્લા એક મહિનામાં રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. રાજ્યના અનેક શહેરોમાંથી હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવતી રહે છે. બનાસકાંઠાના પાલનપુરના ચડોતર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. પાલનપુરમાં અજાણ્યા વાહન ચાલકે ચાર વર્ષના બાળકને અડફેટે લેતા બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસે હાલ તો ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.